સ્કોટલેન્ડમાં હાથ ધરાયેલા એક અભ્યાસ પ્રમાણે રવિવારની રજા બાદ સોમવારે કામ પર જવાનો તણાવ લોકોને બીમાર બનાવી દે છે. ડોક્ટરોની સલાહ છે કે જો માનવી સ્ટ્રેસ મેનેજ કરતાં શીખી જાય તો મહદંશે હાર્ટ એટેક ટાળી શકાય છે. અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે તેમની પાસે હૃદયના દર્દી વધુ આવે છે.
સ્કોટલેન્ડમાં ૯૧,૧૯૩ પુરુષ અને ૭૯,૦૫૧ મહિલાઓ પર આખું સપ્તાહ અભ્યાસ કરાયો હતો, જેમાં સોમવારે સૌથી વધુ ૩૧ ટકા લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. સપ્તાહના અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે ૩.૧ ટકા વધુ લોકોનાં મૃત્યું થયાં હતાં. દિલ્હીના નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડો. વિનય સાંઘી કહે છે કે સોમવારે સૌથી વધુ દર્દી તેમની પાસે પહોંચે છે. પશ્ચિમના દેશોમાં ‘મન્ડે બ્લૂઝ’ની સૌથી વધુ અસર દેખાય છે.