દિવાળીના શુભ મુહૂર્તો

વનમાળી ગોવર્ધનદાસ ચરાડવા MBE Friday 12th December 2014 09:09 EST
 
 

ધનતેરસ-ધન પૂજા
તા. ૨૧ ઓક્ટોબર, મંગળવારે તેરસ કલાક ૨૦-૪૩ સુધી છે. ધનપૂજા માટે પ્રદોષ-કાળનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોક્ત છે. પ્રદોષકાળ કલાક ૧૭-૫૬થી ૨૦-૪૧ સુધી છે. લાભ ચોઘડિયું કલાક ૧૯-૪૦થી ૨૧-૨૩ સુધી છે. કલાક ૧૯-૪૦થી ૨૦-૪૧ સુધી પ્રદોષકાળ અને લાભ ચોઘડિયાના સંયોગે ઉત્તમ મુહૂર્ત ગણાય.
કાળીચૌદશ ૨૨ ઓક્ટોબર, બુધવારે છે. (ચૌદશ કલાક ૨૨-૦૫ સુધી છે.)
દિવાળી-લક્ષ્મી-શારદા-
ચોપડા પૂજન
તા. ૨3 ઓક્ટોબર, ગુરુવારે આસો વદ અમાસ કલાક ૨૨-૫૭ સુધી છે.
પ્રદોષકાળ વ્યાપિની શાસ્ત્રોક્ત છે. પ્રદોષકાળ કલાક ૧૭-૫૧થી ૨૦-૩૮ સુધી છે. સ્થિર રાશિનું નિરયન વૃષભ લગ્ન કલાક ૧૮-૩૭થી ૨૦-૧૨ સુધી છે. તેમાં અમૃત ચોઘડિયું કલાક ૧૭-૫૧થી ૧૯-૩૬ મિનિટ સુધીમાં ઉત્તમ મુહૂર્ત ગણાય. કલાક ૧૯-૩૬થી ૨૧-૨૦ ચલ ચોઘડિયું છે.
નૂતન વર્ષ
તા. ૨૪ ઓક્ટોબર, શુક્રવારે કારતક સુદ ૧, વિક્રમ સંવત ૨૦૭૧ પરાભવ નામનો સંવત્સરનો શુભારંભ થાય છે.
નવા વર્ષના ધંધાકીય કાર્ય આરંભના મુહૂર્ત સમય માટે ચોઘડિયાઃ સવારે કલાક ૭-૪૭થી ૯-૦૨ સુધી ચલ, કલાક ૯-૦૨થી ૧૦-૧૭ સુધી લાભ અને કલાક ૧૦-૧૭થી ૧૧-૩૨ સુધી અમૃત ચોઘડિયું છે.
તા. ૨૫ ઓક્ટોબર, શનિવારે કારતક સુદ ૨, ભાઈબીજ, યમદ્વિતીયા છે. સાંજે ચંદ્રદર્શન પણ છે. મધ્યરાત્રિ પછી ૨-૦૦ amના ઘડિયાળ ૧ કલાક પાછળ મુકાશે. એટલે GMT ૧-૦૦ am અને GMTનો આરંભ થશે. તારીખ પ્રમાણે ૨૬ ઓક્ટોબર, રવિવાર.
તા. ૨૮ ઓક્ટોબર, મંગળવારે લાભપાંચમ અને જ્ઞાનપંચમી છે.
અહીં દર્શાવેલા મુહૂર્તોનો સમય અક્ષાંશ ૫૨ - ૩૮ N, રેખાંશ ૧-૦૫ W લેસ્ટર-યુકે પ્રમાણેના છે.
વનમાળી ગોવર્ધનદાસ ચરાડવા MBE
ઋષિ પંચાગકર્તા,
લેસ્ટર


comments powered by Disqus