આ લોકપ્રિય વાર્ષિક કાર્યક્રમમાં અન્ય વક્તા તરીકે યુકે ટ્રેઝરી મુદ્દાઓ માટે જવાબદાર લિબરલ-ડેમોક્રેટ કેબિનેટ મિનિસ્ટર ડેની એલેકઝાન્ડર હશે. તેઓ યુકેની નાણાકીય ખાધને હલ કરવાની વર્તમાન લડાઈ તેમ જ યુકેની સ્પર્ધાત્મકતા તથા આર્થિક કામગીરી સુધારવાની યોજનાઓ વિશે વાત કરશે.
વેમ્બલી નેશનલ સ્ટેડિયમની સામે વેમ્બલી હિલ રોડ પર આવેલાં બ્લુ રૂમ ઈન્ડિયન રેસ્ટોરાંમાં ધ સારાહ ટીધર એન્યુઅલ ડિનર યોજાયું છે. ઉલ્લેખનીય છે કે લિબરલ-ડેમોક્રેટ સાંસદ અને પૂર્વ શિક્ષણ પ્રધાન સારાહ ટીધર ૧૨ વર્ષની સફળ કામગીરી પછી નિવૃત્ત થઈ રહ્યાં છે. બ્રેન્ટ સેન્ટ્રલની બેઠક પર તેમના સ્થાને બ્રેન્ટમાં જ ઉછરેલા અને વિવિધ ચેરિટીઝ માટે કામ કરનારા ઈબ્રાહિમ ટાગુરીને લિબરલ ડેમોક્રેટ ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે.
બ્રેન્ટ કાઉન્સિલના પૂર્વ નેતા પૌલ લોર્બરે જણાવ્યું હતું કે, ‘સારાહ ટીધર એન્યુઅલ ડિનરમાં સ્વતંત્ર વક્તા બનવા તેમ જ બ્રેન્ટ કોમ્યુનિટીના વિશાળ વિભાગને અસર કરતા મુદ્દાઓ પરત્વે લિબરલ-ડેમોક્રેટને પડકાર આપવા સી. બી. પટેલ સંમત થયા છે, તેનો અમને આનંદ છે.’
આ કાર્યક્રમ વિશેની વધુ માહિતી માટે તમે [email protected]
ઇ-મેઇલ કરી શકો છો અથવા ફોન નંબર 06917094239 પર સંપર્ક કરી શકો છો.