ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિરના ન્યુ ગોકુલ ફાર્મમાં આશરે ૬૦ પશુનું ધણ છે. ફાર્મમાં કોઈ કત્લ કરાતી નથી. ગાય, બળદ કે વાછરડાં દૂધ આપે કે નહિ તેની દરકાર વિના તમામની કાળજી લેવાય છે. તમામ પશુને હાથથી દોહવાય છે અને ફાર્મમાં પરંપરાગત પદ્ધતિએ ખેતી થાય છે. વેટરનરી સ્ટુડન્ટ્સ પશુઓને દોહવામાં, બળદો સાથે કામ કરવા, બીમાર ગાયોની સારવાર, દાણા દળવા, સાફ કરવા સહિતની કામગીરી માટે એક સપ્તાહ ગાળે છે. ફાર્મની આઠ એકર જમીનમાં છાણીયા ખાતરનો ઉપયોગ કરી શાકભાજી, ફળો અને ઔષધીય વનસ્પતિનું વાવેતર કરાય છે. ન્યુ ગોકુલ ફાર્મના મેનેજર શ્યામસુંદર દાસે આ પ્રોજેક્ટને યુકેમાં અનોખો ગણાવ્યો હતો.