તાજેતરમાં જ પૂરી થયેલી દેવધર ટ્રોફીમાં વેસ્ટ ઝોન તરફથી તેણે સારી બેટિંગ પણ કરી બતાવી હતી. નિષ્ણાતો માને છે કે, રવીન્દ્ર જાડેજા બાદ અક્ષર પટેલ ભારતીય ટીમને એક ઓલરાઉન્ડર તરીકે સફળતા અપાવવા તૈયાર થઈ રહ્યો છે. સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભારતીય ટીમના કેપ્ટન ધોનીને ફોર્મેટ પ્રમાણે ટીમ પસંદ કરવાની આદત છે. આ આદત પ્રમાણે તે ટી-૨૦, વન-ડે અને ટેસ્ટમાં અલગ-અલગ ખેલાડીઓને પસંદ કરે છે. બીજી તરફ તે ખેલાડીઓના પર્ફોમન્સની સાથે સાથે એનર્જી લેવલની પણ ચકાસણી કરે છે. તાજેતરમાં એવા ઘણા યુવા ખેલાડીઓ છે જે સારા પ્રદર્શનની સાથે સાથે એનર્જીથી ભરપૂર છે.