જે તે સંસ્થામાં ઉચ્ચ સ્થાને બેઠેલાની પ્રતિભા નિષ્કલંકિત હોવી જોઈએ. જ્યાં સુધી ભારતીય ક્રિકેટ બોર્ડના તત્કાલીન પ્રમુખ શ્રીનિવાસનની વાત છે ત્યાં સુધી તેઓની છબિ સાફ પૂરવાર થઈ શકી નથી. સુપ્રીમ કોર્ટે જોકે પોતે સીધા કોઈ હુકમ દ્વારા પગલા કે સજા જાહેર કરશે તે ધારણા પર પડદો પાડતા એમ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડ કોન્ટ્રેકટર છે. તેઓએ હવે નક્કી કરવાનું છે કે કોને રાખવા અને કોને છૂટા કરી દેવાના. કોર્ટ શ્રીનિવાસનને 'કન્ફલીકટ ઓફ ઇન્ટરેસ્ટ'ની રીતે કલીનચીટ આપતી નથી.