તેમાં પણ બિગ બી નિયમિત બ્લોગ પર શૂટિંગથી લઈને જીવનના અનુભવો લખે છે, ત્યારે આ શૂટિંગ અંગે પણ એક બ્લોગ લખ્યો છે. આ બ્લોગની શરૂઆતમાં થોડી તસવીરો મુકીને આભ નીચે ખાટલામાં ઊંઘવાની મજા પર મંતવ્ય આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અલ્હાબાદના શરૂઆતના દિવસોમાં સુતળીમાંથી બનેલો ખાટલો મળ્યો છે ત્યારે હું તેમાં ઢળી જ ગયો છું. બચ્ચને બ્લોગમાં લખ્યું છે, ઓહ... નાના નગરમાં જીવવાની મજા! ખુલ્લી જગ્યામાં ખાટલો ખેંચી ચોખ્ખા હવા પાણી વાળી જીવન શૈલીમાં આડા પડીને ઉંઘવું, મચ્છરોને આવતા રોકવા મચ્છર દાની લગાવી... તેમણે ઢાબાની આસપાસના માહોલ અંગે લખ્યું છે કે, સ્વાદિષ્ટ ભોજન, ટ્રક અને દોડતી રહેતી ટ્રક તથા ટ્રાવેલર્સ દેશના શ્વાસ છે...