મેગેઝિનના સંપાદક નેન્સી ગિબ્સ ૧૦ ડિસેમ્બરે ‘પર્સન ઓફ ધ યર’ની જાહેરાત કરશે. સર્વેનું વોટિંગ રવિવારે બંધ થઈ ગયું હતું. લગભગ ૫૦ લાખ જેટલા મતમાંથી મોદી ૧૬.૨ ટકા મત સાથે રીડર્સ પોલમાં પ્રથમ નંબરે હતા. ફર્ગ્યુસનના વિરોધ પ્રદર્શકો ૯.૨ ટકા મત સાથે બીજા ક્રમ પર હતા. મેગેઝિને કહ્યું છે કે ભારતમાંથી તેના વાચકોએ ઓનલાઈન પોલમાં મોદી તરફી ખાસ્સું મતદાન કર્યું હતું, જેથી મોદી આ સર્વેમાં પ્રથમ ક્રમે હતા.
અંતિમ આઠ ફાઇનલિસ્ટ્સ
પોપ સિંગર ટેઈલર સ્વિફ્ટ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, ફર્ગ્યુસનના વિરોધ પ્રદર્શકો, એપલના સીઈઓ ટિમ કૂક, અલીબાબાના સ્થાપક જેક મા, નેશનલ ફૂટબોલ લીગના કમિશનર રોજર ગુડેલ, ઈરાકના રાષ્ટ્રપતિ મસૂદ બરજાની અને ઈબોલા વાઈરસગ્રસ્ત લોકોની સારવાર કરનારા સહાયકો