નોટિંગહામ, લેસ્ટર, માન્ચેસ્ટર, લીડ્ઝ અને બર્મિંગહામ સહિતના બ્રિટિશ શહેરોમાં શરાબપાન ન કરતા એટલે કે ટીટોટલર મુસ્લિમોની વસ્તીમાં અભૂતપૂર્વ વધારો થયો હોવાથી આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું તેમણે કહ્યું હતું. મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન દ્વારા લોર્ડ હોજસનની ટીપ્પણીની ટીકા થઈ છે. તેણે બિઝનેસીસની નિષ્ફળતા માટે મુસ્લિમોને બલિના બકરા બનાવતા હોવાનો આક્ષેપ લોર્ડ સામે કર્યો હતો.
પુત્રની જેહાદી પ્રવૃત્તિ વિશે માતાએ પોલીસને જાણ કરી
અલ-કાયદા સાથે સંકળાયેલા ગ્રૂપમાં જોડાવા ગયા વર્ષે સીરિયા ગયેલા બર્મિંગહામના બે મિત્રો મોહમ્મદ અહમદ અને યુસુફ સરવરને વૂલવિચ ક્રાઉન કોર્ટે બન્નેને ૧૨ વર્ષ અને આઠ મહિનાની જેલની સજા ફરમાવી છે. જજે તેમને કટ્ટર આતંકવાદી ગણાવ્યા હતા. જિહાદ માટે કટૈબ અલ મુજાહિરીન સાથે જોડાવા ગયો હોવાની પુત્રની ચીઠ્ઠી મળતા સરવરની માતાએ તે લાપતા હોવાની જાણ પોલીસને કરી હતી.તેનો પરિવાર તે યુનિવર્સિટીના પ્રવાસે તૂર્કી ગયો હોવાનું માનતો હતો. બન્ને મિત્રો આઠ મહિના પછી બ્રિટન પાછા ફર્યા ત્યારે હીથ્રો એરપોર્ટ પરતી તેમની ધરપકડ કરાઈ હતી.
‘ફેઈક શેખ’ ને સાંકળતા ૨૫ ક્રિમિનલ કેસની સમીક્ષા
અન્ડરકવર રિપોર્ટર મઝહર મહમૂદ અથવા ‘ફેઈક શેખ’ની જુબાનીના આધારે કરાયેલી ૨૫ ક્રિમિનલ સજાની સમીક્ષા પ્રોસિક્યૂટરો દ્વારા કરાઈ રહી છે. પોતાની ઓળખ છૂપાવી ‘ફેઈક શેખ’ વર્ષો સુધી ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટર તરીકે કામ કરતો હતો. મઝહર મહમૂદ ફરિયાદ પક્ષનો સાક્ષી હોય અને અપરાધીને સજા કરાઈ હોય તેવા કેસમાં ધ ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ રસ લઈ રહી છે. ગાયિકા તુલિસા કોન્ટોસ્ટાવલોસ સામે ડ્રગ્સ કેસ ફગાવી દેતા જજે નોંધ્યુ હતું કે મઝહર મહમૂદ શપથ હેઠળ અસત્ય બોલ્યો હોવાની મજબૂત સંભાવના છે.