બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટમાં ઓપરેશન બ્રૂકના નામ હેઠળ બે ટ્રાયલ ચાલી હતી. જૂન મહિનામાં આઠ અપરાધીને કુલ ૭૦થી વધુ વર્ષ અને બાકીના સાત અપરાધીને ૨૯ નવેમ્બરે ૪૦થી વધુ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી.આ સોમાલીઓએ ૧૧થી ૧૩ વર્ષની અનેક છોકરીઓને ગિફ્ટ, ભોજન, શરાબ અને ડ્રગ્સની ઓફરથી ફસાવી હતી. છોકરીઓનો સામૂહિક ઉપભોગ તેમની પરંપરા અને સંસ્કૃતિનો હિસ્સો હોવાનું જણાવ્યું હતું.
બાળકોને નિયમભંગ શીખવવા સલાહ
લંડનઃ રુટલેન્ડની પ્રતિષ્ઠિત ખાનગી સહશિક્ષણ બોર્ડિંગ સ્કૂલ ઓકહામ સ્કૂલના હેડમાસ્ટર નાઈજેલ લેશબ્રૂકે બાળકો સ્વતંત્રપણે વિચાર કરતા શીખે તે માટે તેમને નિયમોના ભંગ કેવી રીતે કરાય તે પણ શીખવવા શિક્ષકોને સલાહ આપી છે. લેશબ્રૂકે કહ્યું હતું કે નિયમો સામે પડકાર આપવો પ્રગતિ અથવા પરિવર્તનની પ્રેરણા બની શકે છે તે ઈતિહાસે આપણને વારંવાર શીખવ્યું છે. બાળકોને બંડ કે બળવાની મહાન ઘટનાઓનો ઈતિહાસ શીખવવો પૂરતો નથી, તેમને સ્વયં બળવો કેવી રીતે કરી શકાય તે પણ શીખવવું જોઈએ.
ઓકહામ સ્કૂલમાં ‘રુલ્સ એન્ડ રીબેલિયન વીક’ના સમાપનમાં બોલતા લેશબ્રૂકે કહ્યું હતું કે, ‘અમે ઓકહામ ખાતે વિકસતા જિજ્ઞાસુ બાળકોને માત્ર માહિતી એકત્ર કરવાનું જ શીખવતા નથી, પરંતુ હાથ ઊંચો કરી આ માહિતી ક્યાંથી આવી તેવા પ્રશ્ન ઉઠાવવાનું શીખવી તેમનામાં આત્મવિશ્વાસ જગાવીએ છેએ.’ શાળાના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નિયમોનો ભંગ કરવાનું પ્રોત્સાહન આપતા લેક્ચર્સ સાંભળ્યા હતા.