હસમુખ મિસ્ત્રી ચોરીના કેસમાં દોષિત

Thursday 11th December 2014 07:06 EST
 

વિંગ્સ્ટનના ગ્રાસ્મીઅરના રહેવાસી હસમુખભાઈએ ફેબ્રુઆરી ૨૦૧૧થી ઓક્ટોબર ૨૦૧૨ તેમ જ ફેબ્રુઆરી ૨૦૧૨થી ફેબ્રુઆરી ૨૦૧૩ના ગાળામાં બે સ્ટોરમાંથી ૧૭ હજાર પાઉન્ડથી વધુની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. અપરાધના સમયગાળામાં નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા મિસ્ત્રીને ડેપ્યુટી મેનેજરના હોદ્દા પર બઢતી પણ મળી હતી.
રેકોર્ડર જેસન મેકઆડમે જપ્તી ઓર્ડર જારી કરી મિસ્ત્રીને તેમના પૂર્વ નોકરીદાતા હાર્ટ ઓફ ઈંગ્લેન્ડ કો-ઓપરેટિવ સોસાયટીને નાણા પરત કરવાનો હુકમ કરતા કહ્યું હતું કે આટલી ઉંમરની વ્યક્તિને ક્રિમિનલ કોર્ટમાં હાજર થયેલા જોવાનું દુઃખદ છે. જો મિસ્ત્રીને કસ્ટડીમાં મોકલાય તો તેઓ ફરિયાદ પણ કરી શકે તેમ નથી, પરંતુ જેલમાં મોકલવાથી નાણા પરત ચુકવવા બીજી નોકરી મેળવવાનું મુશ્કેલ બનશે.
પ્રોસિક્યૂટરે જણાવ્યું હતું કે મેનેજમેન્ટને સ્ટોરના નફામાં ઘટાડો જણાતા તપાસ કરાઈ હતી. જેમાં હસમુખ મિસ્ત્રીની ચોરી ખુલ્લી પડતાં તેમને સસ્પેન્ડ કરાયા હતા.


comments powered by Disqus