સાત હજાર લોકોને ભરખી જનાર ઇબોલા એક જીવલેણ વાઇરસ હોવા છતાં તબીબોએ તેની પરવા નહોતી કરી અને અનેક લોકોએ સારવાર દરમિયાન જીવ પણ ગુમાવ્યા. લાઇબેરિયા, જીનિવા, સેરા લિઓન, માલી, નાઇજીરિયા, જર્મની અને અમેરિકા જેવા દેશોમાં ડોક્ટર્સ ઇબોલાના વાઇરસના પીડિતોને સારવાર આપે છે. ટાઇમ પર્સન ઓફ ધ યરનું નામ જાહેર કરતી વેળાએ ટાઇમ મેગેઝિનના એડિટર નેન્સી ગિબ્સે જણાવ્યું હતું કે વિશ્વનાં લોકો શાંતિથી સૂઈ શકે છે, કેમ કે નિષ્ણાત મહિલાઓ અને પુરુષોનું એક જૂથ મક્કમ બની ઇબોલા સામે લડી રહ્યું છે, તેઓ વધુમાં કહે છે કે અથાક મહેનત કરી, જીવને જોખમમાં નાખી, બલિદાન આપી અનેકનો જીવ બચાવનારા ઇબોલાના ફાઇટર્સ ટાઇમ ૨૦૧૪ના પર્સન ઓફ ધ યર છે. ડો. કેરી બ્રાવૂન લાઇબેરિયન સર્જન છે, પોતાની હોસ્પિટલને તેમણે દેશની પ્રથમ ટ્રીટમેન્ટ સેન્ટર બનાવ્યું અને ત્યાં ઇબોલાના દર્દીઓની સારવાર થઇ રહી છે, ખુદ બ્રાવૂન માસ્ક પહેરી સારવાર કરે છે.