કામજીવન નીરસ બન્યું છે? તો પ્રેમભાવ ઉમેરો

Saturday 13th December 2014 05:56 EST
 
 

તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં ઉજાગર થયું છે કે, ઘણી સ્ત્રીઓ પ્રેમ અને પ્રતિબદ્ધતાને કારણે ખૂબ સારી કામતૃપ્તિ અનુભવતી હોય છે.
પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર બેથ મોન્ટેમુરો જણાવે છે કે ‘અમે હાથ ધરેલા સંશોધનમાં ઘણી સ્ત્રીઓએ પ્રેમનો સીધો સંબંધ સેક્સ સાથે સ્થાપિત કર્યો હતો. આ સ્ત્રીઓનું કહેવું હતું કે પ્રેમને કારણે જ સેક્સનો શારીરિક અનુભવ સારી રીતે માણી શકાય છે.’ આ સંશોધન માટે પેન્સિલ્વેનિયા યુનિવર્સિર્ટીના સંશોધકોએ ૨૦થી ૬૮ વચ્ચેની વયની ૯૫ મહિલાઓનો ઇન્ટરવ્યુ લીધો હતો. જેમાંની મોટા ભાગની સ્ત્રીઓએ જણાવ્યું હતું કે શારીરિક સંબંધો અને લગ્નજીવનમાં પૂર્ણ કામતૃપ્તિ મેળવવા માટે પ્રેમ હોવો ખૂબ જ જરૂરી છે.
આ અભ્યાસમાં ઉજાગર થયું હતું કે, કામજીવનના સાથીદાર સાથે પ્રેમમાં હોવાના ફાયદા લાગણીઓ અનુભવવા કરતાં પણ વધુ છે. આ અભ્યાસમાં સામેલ થનારી મોટા ભાગની સ્ત્રીઓએ કબૂલ્યૂ હતું કે, પ્રેમ સેક્સને શારીરિક રીતે વધુ આનંદદાયક બનાવે છે. જે સ્ત્રીઓ તેમના કામજીવનના સાથીને પ્રેમ કરતી હતી તેમણે જણાવ્યું હતું કે તેમને તેમની કામુકતાને નિયંત્રિત કરવાની ખાસ જરૂર પડતી નથી.


comments powered by Disqus