કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે

Tuesday 09th December 2014 08:43 EST
 

કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે

ભારત અને આઠ પાડોશી દેશોના બનેલા જૂથ સાર્કની ૧૮મી બેઠક નેપાળના પાટનગર કાઠમંડુ ખાતે યોજાઇ. ખૂબ જ દુખ સાથે કહેવાનું કે પાકિસ્તાનની ધરાર આડોડાઈને લીધે નક્કર અને વિકાસલક્ષી મુદ્દાના નિર્ણય વગર તે સમાપ્ત થઇ. ભારતના વડા પ્રધાન શ્રી મોદીજીએ ખૂબ જ જોશભેર કહેલ કે જો આપણે સાથે મળીને કામ કરીએ તો અનેક ગણો ફાયદો સાર્ક દેશોને થાય તેમ છે. મોદીજીની વાતને પાકિસ્તાન સિવાયના દરેક શાર્ક દેશોએ સ્વીકારી જોરદાર સમર્થન આપેલ.

પાકિસ્તાન કાશ્મીર મુદ્દે આમ જ કરી રહ્યું છે. ભારતમાં આંતકવાદીઓ ઘુસાડીને આજ દિન સુધીમાં હજારો નિર્દોષ નાગરીકો અને ભારતીય જવાનોને યુદ્ધ વગર શહીદી વહોરવી પડી છે. જમ્મુ-કાશ્મીરમાં થીજાવી દેતી ઠંડીમાં અલગતાવાદીઓના ચુંટણી બહિષ્કાર અને આંતકવાદીઅોના ખોફ વચ્ચે પ્રજાએ ખૂબ ખૂબ ઊંચું આશરે ૭૨% મતદાન કર્યું છે. જે સાબિત કરે છે કે જમ્મુ-કાશ્મીરની પ્રજા ભારતને વફાદાર છે અને તેને પણ બધું જ ભૂલીને વિકાસમાં રસ છે.

આ ભારે મતદાન અને બદલાવથી પાકિસ્તાનના પેટમાં ઝેર પડ્યું હોય તેમ કાશ્મીરમાં આંતકવાદી હુમલા થયા અને જવાનો અને પ્રજાને શહીદી ભોગવવી પડી છે. મોતને ભેટેલા સાત ત્રાસવાદીઓ પાસેથી મળેલા હથિયાર અને રાશન પરથી તેમજ આંતરેલા વાયરલેસ સંદેશાઅો પરથી તેઅો પાકિસ્તાનના હતા તેમ બહાર આવ્યું છે. શહીદ જવાનો અને ભારતવાસીઓને અંતરની શ્રધાંજલિ.

સાદાઇના પ્રતિક સમાન અને ગોવાના મુખ્ય મંત્રી મનોહર પરિકરને સુરક્ષા મંત્રી બનાવાયા તે પ્રસંશાને પાત્ર છે. ઉતર ગુજરાતમાંથી શ્રી હરિભાઈ ચોધરીને ગૃહના રાજ્ય મંત્રી અને સોરાષ્ટ્રમાંથી શ્રી મોહનભાઈ કુંડારિયાને કૃષિ ક્ષેત્રે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા તે આવકારપાત્ર છે. ગુજરાત રાજ્યના સ્પીકર તરીકે યુવાન આદિવાસી શ્રી ગણપતભાઈ વસાવાની ફરી નિયુક્તિ થઇ તે બદલ અભિનંદન.

ભરત સચાણીયા અને પરિવાર, લંડન.

0000000000

યુદ્ધવિરોધી આંદોલનની કોન્ફરન્સ

જુલાઈ-૧૪ દરમિયાન 'Ware Resistance international'ની ત્રિવાર્ષિક સભા સૌ પ્રથમવાર આફ્રિકા ખાતે સાડા ચાર દિવસ માટે મળી હતી. સ્થળ હતુંઃ કેપટાઉન. નગરપાલિકાનો ઐતિહાસિક સિટી હોલ. આ હોલ સાથે સંકળાયેલ ઐતિહાસિક ઘટનાઓમાં મુખ્યત્વે ૧૯૮૫માં ડો. ઈવાન ટોમ્સના ફરજિયાત લશ્કરી ભરતીના કાયદાના વિરુદ્ધમાં ઉપવાસ, ૧૯૮૯માં આર્ચબિશપ ડેસ્મંડ ટુટુનો પીસ માર્ચ અને નેલ્સન મંડેલાનો જેલવાસ બાદ પ્રથમવાર દેશના નાગરિકોને ઉદબોધન મુખ્ય છે.

WRIની રચના ૧૯૨૧માં થઈ હતી જેનું સ્વપ્ન યુદ્ધ વિનાનું વિશ્વ છે અને બહાર પડાયેલા આવેદનના શબ્દો છેઃ 'યુદ્ધ એ માનવતા વિરુદ્ધ આચરવામાં આવતો ગુનો છે.' કારણ કે યુદ્ધોનો ઉપયોગ સત્તા જમાવવા અથવા તો આર્થિક શોષણ કરવા માટે કરવામાં આવે છે અને કોઈપણ અપવાદ વિના બધા જ યુદ્ધો દુઃખ અને વિનાશ જ નોતરે છે. તેમજ દબાયેલાઓને વધુ દબાવવાના નવા માળખાને જન્મ આપે છે.

ભારતમાં ૧૯૮૫માં શ્રી નારાયણ દેસાઈના વડપણ હેઠળ સ્વરાજ આશ્રમ વેડછી ખાતે અને ૨૦૧૦માં ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે કોન્ફરન્સ યોજાઈ હતી. WRI ૪૦ દેશોમાં ૮૦થી વધુ જુદી જુદી સંખ્યાઓ સાથે મળીને કામ કરે છે. આ વખતના કાર્યક્રમો-ચર્ચાઓમાં ૧. હિંસાને સમજવી ૨. અહિંસાના જુદા જુદા પ્રયોગો (આફ્રિકામાં) ૩. કોર્પોરેશન્સ સામે તેમજ જીવાદોરી - અસ્તિત્વ સામે અહિંસક લડતો ૪. શાંતિ કેમ સ્થાપીશું વિગેરે વિષયો પર વિચારણા કરવામાં આવી હતી.

મિત્રો આજના યુદ્ધખોર વાતાવરણમાં દિલોદિમાગને શાતા તેમજ ઉજ્જવળ ભાવિ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

- ભીખુભાઈ પટેલ, નોટિંગહામ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦

માતૃભાષાનું મહત્વ કેટલું!

એતો સનાતન સત્ય છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય, વેપાર, વાણીજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી ની ભાષા છે. આપની યુવાન પેઢી, ચાહે તે ભારતમાં હોય કે પરદેશ, જો પરિપૂર્ણ વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું અતિ આવક્ષક છે. ફક્ત માતૃભાષા શીખવાથી, ક્ષીતીજ માર્યાદિત થઇ જાય છે.

મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે, અંગ્રેજી શીખવા સાથે પોતાની માતૃભાષાનું લખવા-વાંચવાનું જ્ઞાન પણ એટલું જ આવયક્ષક છે. આપણી સંસ્કૃતિ, શાસ્ત્રો અને સાહિત્યનો ખરેખર ઊંડાણથી સમજવું હોય, માણવું હોય તો માતૃભાષાના માધ્યમથી જેટલું અસરકારક રીતે સમજી શકાય તેટલું બીજી ભાષામાં કદાચ શક્ય ના હોઈ શકે. આપણો સમૃદ્ધ માતૃભાષાનો વારસો ટકાવી રાખવા, આપણા સાહિત્ય, કવિતા, લોકગીતોનું રસપાન કરવા માતૃભાષા શીખવી બહુજ મહત્વની છે. અંગ્રેજી સાથે આપણી યુવાન પેઢી આપણી ભાષાનો મહિમા સમજે અને સુંદર કાબુ મેળવે તો સોનામાં સુગંધ ભળે. વતન સાથેનો પ્રેમ મજબુત થશે, માબાપની વિચારસરણી સરખી રીતે સમજી શકાશે અને નિકટ આવવામાં મદદરૂપ થશે.

આ દેશમાં માતૃભાષા શીખવા માટે ઘણી સારી વ્યવસ્થા છે. વાલીઓ તેમના બાળકોને પ્રોત્સાહન આપે અને સગવડતાનો લાભ જરૂરથી ઉઠાવે.

નિરંજન વસંત, વેસ્ટ નોરવુડ.

૦૦૦૦૦૦

કુહાડીનો ‘ઘા’ રુઝાતા વાર લાગશે

ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા બંનેમાં અંતર શું? આજે તદ્દન વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીઅોને પોતાનો સ્વાર્થ સાધવામાં અને અઢળક નાણા ભેગા કરવામાં રસ છે. કાશ્મીર ભારતનો ભાગ છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર, ભુતાન, નેપાલ કે બાંગ્લાદેશ ભારતમાતાના પુત્ર છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ અશોકના વંશજ છે. હિંદુ સંસ્કૃતિ પૌરાણિક છે. ધર્મ-જાતિ, અભિજાત ભલે થયા પરંતુ જો બધાનો DNA ટેસ્ટ કરવામાં આવે તો બધા આર્ય, અનાર્ય, દ્રવિડના વંશજો જ નીકળશે. આતંકી, નક્સલી કોણે ઊભા કર્યા? જ્યાં સુધી મૂળ નહી શોધો ત્યાં સુધી નિરાકરણ નહીં આવે.

કાશ્મીર ભારતનું અંગ છે, પાકિસ્તાન ભારતનું ફરજંદ છે. બધાં બીજા મળીને યુરોપિયન યુનિયન બનાવી શકે છે તો હાલના નેતાઓ એશિયા યુનિયન, એશિયન માર્કેટ, એશિયન પીપલ કેમ ન બનાવી શકે?

પરદેશમાં રહેતા મૂળ ભારતીયોને દરેક પ્રકારે સ્પેશિયલ કેટેગરીમાં મૂકવા જોઈએ. પણ આપણી પીપુડી કોણ સાંભળે...કાશ્મીરને અલગ રાખતી કલમ ૩૭૦ ભૂસી નાખો. શું કામ ભારત દેશની મીલીટરીના પગારના ના ૬,૭૦,૦૦ હજાર કરોડ અને ૧૨,૭૦,૦૦૦ હજાર કરોડ બીજા અન્ય ખર્ચ કરી દેશની પ્રજાને વધારે ગરીબ બનાવો છે?

- શરદચંદ્રરાવ, લેસ્ટર.

૦૦૦૦૦૦

મન થાય છે

ચાંદની રાતમાં,

ચાંદ જેવું રૂપ તમારું,

જોવાનું મન થાય છે.

તમો ક્યાં છો? દેખાતા નથી.

તમોને મળવાનું મન થાય છે.

સપનામાં તો અક્સર આવો છો,

આવીને ચાલ્યા જાઓ છો,

દિલમાં તમોને રાખવાનું મન થાય છે.

હું તો રાહ જોતો અહીં બેઠો છું,

તમોને આંખમાં કેદ કરવાનું મન થાય છે

- અમૃતલાલ પી. સોની, વેમ્બલી, લંડન

ટપાલમાંથી તારવેલું

* લેસ્ટરથી ચંદુલાલ સોનેચા જણાવે છે કે 'તમો શ્રી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા)ના પુસ્તકની લેખમાળા ચાલુ કરો તો સારું. સી.બી. પટેલ પણ તેમના પ્રશંસક છે.'

* શ્રી અમરતલાલ કટારીયાએ મોદી સરકાર દેશમાં 'સુશાસન'ની સ્થાપના કરવા માંગતી હોય તો તેઅો ગોંડલ રાજ્યના રાજવી શ્રી ભાગવતસિંહજી પાસેથી શિખી શકે છે તેમ જણાવતો ખૂબજ માહિતીપ્રદ લેખ મોકલ્યો છે. જે અમે આગામી સપ્તાહોમાં 'એશિયન વોઇસ'માં રજૂ કરીશું.


    comments powered by Disqus