કોલીની ફાંસી પર રાતો રાત સ્ટેઃ

Saturday 13th December 2014 05:45 EST
 

એ બાદ મોડી રાતે ૧-૪૦ વાગે ફાંસી ઉપર રોક લગાવવાનો આદેશ કર્યો હતો. કોર્ટનો આદેશ અંગેનો ફેક્સ કોલીને ફાંસીએ લટાકાવવાના પોણા બે કલાક પહેલા પહોંચ્યો હતો. કોલીની અરજી ઉપર હવે ખુલ્લી અદાલતમાં સનાવણી થશે.

સુબ્રતોએ ૧૦ હજાર કરોડ ભેગા કરવા સમય માગ્યોઃ સહારા જૂથના વડા સુબ્રતો રોયે જામીન મેળવવા માટે રૂ. ૧૦ હજાર કરોડ એકત્ર કરવા વધુ ૧૦ દિવસની મહેતલ માગી છે. રોયે એવો દાવો કર્યો છે કે ત્રણ આલિશાન હોટલો વેચવા માટેનો સોદો નક્કી થઈ ગયો હતો પણ મીડિયામાં આવેલા અહેવાલને કારણે તે ઘોંચમાં પડ્યો છે. તેને બચાવવા માટે તેમને વધુ સમય જોઈએ છે.

સદાશિવમ્ કેરળના નવા રાજ્યપાલઃ વિપક્ષના વિરોધને કોરાણે મુકતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ પાલાનિસ્વામી સદાશિવમને કેરળના રાજ્યપાલ પદે નિમ્યા છે. ૬૫ વર્ષીય સદાશિવમ પ્રથમ એવા મુખ્ય ન્યાયમૂર્તિ છે જેમને ટુંકા સમયગાળામાં જ સરકારી વહિવટી પદે નિમણૂક અપાઇ હોય. તે મજ તેઓ તદ્દન બિનરાજકીય વ્યકિત છે અને નિવૃત્તિ બાદ પણ જાહેર જીવનમાં ખાસ સક્રિય બન્યા નથી. કોંગ્રેસના પ્રવકતા આનંદ શર્માએ સવાલો ઉઠાવ્યા હતા કે તેમને શા માટે રાજ્યપાલ બનાવાય છે ? તેમણે કોઇ કામ કર્યું છે તેનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ વડા અમિત શાહ ખુશ છે. અને તેથી તેમને આ બહુમાન અપાય છે ? તેવો સવાલ તેમણે કર્યો હતો.

નવાઝ શરીફે મોદીને કેરી મોકલીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સાડી અને શાલની ડિપ્લોમસી બાદ હવે ‘મેંગો ડિપ્લોમસી’ શરૂ થઈ છે. દેશમાં રાજકીય અસ્થિરતા હોવા છતાં પાક.ના વડા પ્રધાન નવાઝ શરીફે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં મીઠાશ લાવવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેરીની ભેટ મોકલી છે. શરીફે વડા પ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને પણ કેરીની ભેટ મોકલી છે. પાક. વડા પ્રધાને મોટાભાગે સિંધરી અને ચૌસા કેરી મોકલી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અમેરિકામાં યોજાનારી યુએનની જનરલ એસેમ્બલી સેશનમાં નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદીની વચ્ચે બેઠક યોજાય તેવા સંકેતો સુષ્મા સ્વરાજે આપ્યા છે.

• નરીમાન હાઉસ છ વર્ષ પછી ફરી ખુલ્યુંઃ   મુંબઇઃ વર્ષ ૨૦૦૮માં મુંબઇના આતંકવાદી હુમલામાં ૧૬૬ વ્યક્તિઓનો ભોગ લેનારા કોલાબા ખાતે આવેલું યહુદીઓનું પ્રાર્થનાસ્થળ નરીમાન હાઉસ પણ આતંકવાદી હુમલાનો ભોગ બન્યું હતું. આ ઘટના પછી નરીમાન હાઉસ લગભગ બંધ હતું. જોકે આ ઘટનાના છ વર્ષ પછી નરીમાન હાઉસ તાજેતરમાં ફરીથી શરૂ થઈ શક્યું છે. આ પ્રસંગે એશિયાભરમાંથી ૨૫ યહુદી ધર્મગુરુઓ એકઠા થયા હતા અને હવે આ નવી પાંચ માળની ઇમારતના પહેલા બે માળ મ્યુઝિયમમાં ફેરવવાનું નક્કી કર્યું છે. આ નવીનીકરણ કરેલા કલ્ચરલ હોમમાં ઓફિસ, ગેસ્ટ રૂમ્સ, રેસ્ટોરાં, કોમર્શિયલ કિચન અને સિક્યુરિટી રૂમ્સ છે. આ નવા સેન્ટરમાં કો-ડિરેક્ટરની જવાબદારી રબ્બી ઇઝરાયલ કોઝલોવસ્કી અને તેમના પત્ની છાયા નિભાવે છે.

• ભારતમાં વીજળીની સૌથી મોટી સમસ્યા છે,  જે માટે દેશમાં યુરેનિયમ લાવવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયાએ આ યુરેનિયમ પૂરું પાડવાના ભારત સાથે કરાર કર્યા છે. ગત સપ્તાહે ત્રણ દિવસ માટે ભારત આવેલા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે આ કરાર બાબતે પહેલાં ચર્ચા થઈ હતી.


comments powered by Disqus