નરેન્દ્ર મોદી ૨૯-૩૦ સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાંઃ

Saturday 13th December 2014 06:26 EST
 

વ્હાઇટ હાઉસની એક યાદીમાં જણાવ્યા મુજબ અમેરિકી પ્રમુખ ઓબામા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૨૯-૩૦ ઓક્ટોબરે વ્હાઇટ હાઉસમાં આવકારવા ઉત્સુક છે. 

• અમેરિકામાં મોદીને સાંભળવા લાખો લોકો આતુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૨૮ સપ્ટેમ્બરે ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેરમાં આયોજિત સાર્વજનિક સ્વાગત કાર્યક્રમમાં હાજરી માટે લોટરી પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્ણય આયોજકોએ લીધો છે. ઇન્ડિયન-અમેરિકન કમ્યુનિટી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ૨૦,૦૦૦ લોકોએ અરજી કરી છે. અમેરિકા સિવાય અલાસ્કા, હવાઈ અને કેનેડાથી પણ અરજીઓ આવી છે.

• પાકિસ્તાનમાં શાસન કરવું મુશ્કેલ છે: પાકિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ વણસતાં સરકાર માટે જોખમ વધી ગયું હતું, આવી મુશ્કેલીને પહોંચી વળવા માટે વડા પ્રધાન નવાઝ શરીફે અનેક પગલાં ભર્યાં, સૈન્યની પણ મદદ લીધી, જોકે અંતે વિપક્ષ માની જતાં શરીફે રાહતનો શ્વાસ લીધો હતો. શરીફે વર્તમાન અને ભૂતકાળની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે પાક.માં સરકાર ચલાવવી એ સામાન્ય કામ નથી.
• અમેરિકામાં પર્યુષણ પર્વ ઉજવાયુંઃ જૈન સેન્ટર ઓફ સધર્ન કેલીફોર્નિયાના ઉપક્રમે લોસ એન્જલસ ખાતે પર્યુષણની ઉજવણી થઇ હતી. આઠ દિવસના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

• ગોડ પાર્ટિકલથી વિશ્વનો અંત થશેઃ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે ચેતવણી આપી છે કે ગોડ પાર્ટિકલ કે હિગ્સ બોસોનમાં સમગ્ર બ્રહ્માંડનો નાશ કરવાની ક્ષમતા છે. હોકિંગે જણાવ્યું હતું કે હિગ્સ બોસોન ઊર્જાના ખૂબ જ ઊંચા સ્તરે અસ્થિર બની શકે છે જેના કારણે એક વિનાશકારી વૈક્યુમ ઉત્પન્ન થશે. જેનાથી બ્રહ્માંડ અને સમય બંનેનો અંત આવશે. અખબારના અહેવાલ મુજબ સ્ટારમસ પુસ્તકની પ્રસ્તાવનામાં હોકિંગ કહેે છે કે હિંગ્સ બોસોનમાં ચિંતાજનક ગુણ હાજર છે.


comments powered by Disqus