રજાઓના દિવસોમાં વજન ઘટતું નથી

Saturday 13th December 2014 05:54 EST
 

સપ્તાહનાં અંતમાં તેમનાં મનોરંજનનાં સમયે તેઓ જુદો ખોરાક લે તેમાં કોઈ સમસ્યા નથી, પરંતુ વજન ઘટાડાને સફળ બનાવવા માટે તેમને વધુ યોગ્ય પગલાઓ લેવા અંગે ધ્યાન આપવું પડશે.’
અભ્યાસમાં ૨૫થી ૬૨ વર્ષની આયુ ધરાવતાં ૮૦ લોકોનો સમાવેશ કરાયો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, પાતળા લોકોનું વજન ચાલુ દિવસોમાં ઘટતું હોય છે. આ અભ્યાસ માટે ત્રણ કેટેગરી બનાવાઇ હતી, જેમાં વજન વધારનાર, વજન ઘટાડનાર અને વજનનું પ્રમાણ જાળવી નાખનાર વ્યક્તિઓને અલગ તારવાયા હતાં. લોકોનું વજન દિવસો પ્રમાણે વધે ઘટે છે તે જાણવા લોકોને બ્રેકફાસ્ટ પહેલાં વજન કરવા અંગે જણાવાયું હતું. અભ્યાસ પરથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે મોટા ભાગનાં લોકોનું વજન સપ્તાહનાં અંતિમ દિવસોમાં જ વધ્યું હતું અને સપ્તાહનાં ચાલુ દિવસોમાં વજનમાં ઘટાડો જોવા મળતો હોય છે.

અપૂરતી ઉંઘથી ડિપ્રેશનનું રિસ્ક વધે

ન્યૂ યોર્કઃ અમેરિકન એકેડમી ઓફ સ્લિપ મેડિસિનના રિસર્ચરોના કહેવા મુજબ પૂરતી ઊંઘ માણસના શારીરિક, માનસિક તેમ જ ઈમોશનલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વખતે રિસર્ચરોએ જોડિયાં બાળકોને પણ અભ્યાસમાં સામેલ કર્યા હતા.
નોર્મલ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે માણસે સાતથી સાડા આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જો લાંબો સમય અપૂરતી ઊંઘ મળે તો એનાથી શરીરના મૂળભૂત બંધારણ પર પણ અસર પડે છે.
જિનેટિકલી જે લોકોને ડિપ્રેશનની શક્યતાઓ વધારે હોય છે એવા લોકો માટે અપૂરતી ઊંઘ વિલન પૂરવાર થઈ શકે છે.
છ કલાકથી ઓછી નીંદર લેતાં લોકોમાં હતાશા, નિરાશા અને ગંભીર પ્રકારના ડિપ્રેશનનાં લક્ષણો દેખાવાની શક્યતાઓ લગભગ ૫૪ ટકા જેટલી વધી જાય છે.


comments powered by Disqus