સામગ્રીઃ મગની દાળ ૧ કપ • મઠની દાળ અર્ધો કપ • ચણાની દાળ અર્ધો કપ • અડદની દાળ ૪ ટી સ્પુન • મીઠું પ્રમાણસર • લીલા મરચાની પેસ્ટ ૧ ટી સ્પુન • અજમો ૨ ટી સ્પુન • લીંબુનો રસ ૧ ટી સ્પુન • ખાંડ ૧ ટી.સ્પુન • મરચું ૨ ટી સ્પુન • સંચળ ૧ ટી સ્પુન • હળદર અર્ધી ટી સ્પુન • તલ ૨ ટી સ્પુન
રીતઃ ચારેય પ્રકારની દાળ મિક્સ કરીને લોટ દળાવી લો. તેમાં લીંબુનો રસ, લીલા મરચાની પેસ્ટ, અજમો, તલ અને મીઠું નાખીને કઠણ લોટ બાંધો. તેને ખૂબ કચરીને સુવાળો લોટ બનાવો. તેમાં હળદર અને મરચું નાખીને લોટને એકદમ મસળીને લુવા તૈયાર કરો. તેમાંથી પાતળી અને મોટી પૂરી વણીને કાપા પાડીને તળી લો. તરત જ મીઠું-મરચું-સંચળ મીક્સ કરીને મસાલો છાંટીને એરટાઇટ ડબ્બામાં ભરી લો.

