આ કાર્યક્રમમાં ચાર બ્રિટિશ નાગરિક સહિત લેસ્ટરના ચાર સ્ત્રી અને ચાર પુરુષનો સમાવેશ થાય છે. એક ઘરમાં થોડાં દિવસ વીતાવ્યા પછી અલગ ઘરમાં એકબીજા સાથે રહેશે. આ જ ગ્રૂપે ‘મેઈક બ્રેડફર્ડ બ્રિટિશ’ કાર્યક્રમ બનાવ્યો હતો. કાઉન્સિલર મેઘાણીએ જણાવ્યું હતું કે, ‘આ કાર્યક્રમમાં લેસ્ટરમાં કોમ્યુનિટી સંબંધોને જે રીતે દર્શાવાશે તેનાથી તેઓ ચિંતિત છે. લેસ્ટરમાં ઈન્ડિયન ડાયસ્પોરા સમુદાયોનું સૌથી મોટુ પ્રમાણ છે. લેસ્ટર સાઉથના સાંસદ જોનાથન એશવર્થે જણાવ્યું હતું કે, ‘આપણા સમૃદ્ધ વૈવિધ્ય માટે ગૌરવ ધરાવતું લેસ્ટર બ્રિટિશ જ છે.’