શામબાઇ દેવરાજ ભૂડીયા તા. ૯-૧૧-૧૪ના રોજ દેવલોક પામ્યાં છે. આ જ વર્ષની શરૂઆતમાં તા. ૨૬-૪-૨૦૧૪ના રોજ કેન્સરની બીમારીના કારણે તેમના પતિ શ્રી દેવરાજ ગોવિંદ ભૂડિયા સ્વર્ગવાસી થયા હતા.
બન્ને પતિ-પત્ની ખૂબજ હિમંતવાન અને સાહસિક સ્વભાવ ધરાવતાં હતાં. અત્યંત મુશ્કેલીમાં તેઅોએ તેમના પરિવારને શિક્ષણ, વિશ્વાસ અને હિંમત આપી જીવનના અગત્યના પાઠ ભણાવ્યા. ચેરિટેબલ કામમાં તેઅો ખૂબજ રસ લઇ નિ:સ્વાર્થભાવે કામ કરતા હતા. સત્સંગ – પ્રાર્થનાઅોમાં ભાગ લેતા અને સેવા આપતા. પોતાનું ચેરીટીનું ફંડ કચ્છની ગૌશાળા અને નિ:સહાય બાળકોની મદદમાં વાપરતા. તેઅોએ તેમના કુટુંબીજનોમાં પણ આવી સેવા ભાવનાના સંસ્કારો આપ્યા હતા. બન્ને ખૂબજ ધાર્મિક હતા. ઇલીંગ રોડના મંદિરે હંમેશા ચાલતા જતા. ત્યાં તેઅો સર્વ હરિભક્તોમાં ખૂબજ માનીતા હતા. સમાજના પીલર તરીકે અોળખાતા તેઅો મિત્રોમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી ગયા. તેમની ખોટ કોઇ પૂરી કરી શકશે નહિં. પરમકૃપાળા પરમાત્મા બન્ને પતિ-પત્નીના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

