જો આપણે ડાયાબિટીસ અંગે વધુ જાગૃત થઈએ તો આ નાણા અને જિંદગીઓ બચાવી શકાય. વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં ખાંડ પ્રતિબંધિત કરાય તેમ તેઓ ઈચ્છે છે ત્યારે મારે મારા બાળકો સાથે તેની ચર્ચા કરવી પડશે.’
૧૪ નવેમ્બરે સિલ્વર સ્ટારનો વાર્ષિક રેફલ ડ્રો પણ યોજાશે, જેમાં પ્રથમ ઈનામ નવીનક્કોર ટોયોટા આઈગો છે. રેફલ ટિકિટ લેવામાં હજુ મોડું થયું નથી. જેમ્કા ટોયોટાની The Hyde, Edgware Road, London NW9 6BH બ્રાન્ચ ખાતે ટિકિટો મળી શકશે.
વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે શનિવાર ૮ નવેમ્બર અને રવિવાર ૯ નવેમ્બરે રેફલ ટિકિટ વેચાણની સાથોસાથ નિઃશુલ્ક ડાયાબિટીસ પરીક્ષણો કરાયા હતા. લાયકા રેડિયો ૧૪૫૮ દ્વારા ૧૪ નવેમ્બર સુધીના સપ્તાહમાં સિલ્વર સ્ટાર વર્લ્ડ ડાયાબિટીસ ડે કાર્યક્રમોની વિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવે છે, તેનો લાભ લેવા જણાવાયું છે.
