આ ફિલ્મ ૨૦ ઓક્ટોબર, ૧૯૯૫ના રોજ રિલીઝ થઈ હતી ત્યારથી તે મરાઠા મંદિરમાં દર્શાવાયછે. અગાઉ એક જ થિયેટરમાં સાત વર્ષ ‘શોલે’ ફિલ્મ ચાલી હતી, પણ ૨૦૦૭માં DDLJ એ ‘શોલે’નો પણ રેકોર્ડ તોડ્યો હતો.
મરાઠા મંદિરના મેનેજિંગ ડાયરેક્ટર મનોજ દેસાઈએ કહ્યું હતું કે, 'ફિલ્મ ચલાવવા માટે ૯૦૦ અઠવાડિયાં ચલાવ્યા બાદ અમે અને યશરાજ પ્રોડક્શને ફિલ્મને ૧,૦૦૦ સપ્તાહ ચલાવવાનો નિર્ણય લીધો હતો, જે ૧૨ ડિસેમ્બરે પૂરાં થશે. ‘આટલાં વર્ષો થવા છતાં રવિવારે શો હાઉસફૂલ હોય છે. ંઆ ફિલ્મના શોની ટિકિટ માત્ર રૂ. ૧૫, ૧૮ અને ૨૦ જ છે. આટલાં વર્ષો સુધી ફિલ્મ ચલાવવા પાછળ વિશ્વવિક્રમ સ્થાપવાનો ઉદ્દેશ્ય હોવાનું કહેતાં દેસાઈ જણાવે છે કે, ‘શરૂઆતનાં ૫૦૦ સપ્તાહ સુધી ફિલ્મને નફો મેળવવા માટે ચલાવાઈ હતી પછી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન માટે ૧,૦૦૦ અઠવાડિયા ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.’