દેશમાં પ્રવેશતાં લોકોની સંખ્યામાં કાપ મૂકવાના રાજકારણીઓના પ્રયાસ યુકેના હિતોને પ્રત્યક્ષ નુકસાન પહોંચાડી રહ્યાં છે. યુનિવર્સિટી ખાતે સાથી એકેડેમિક્સ સમક્ષ વાર્ષિક સંબોધનમાં પ્રોફેસરે કહ્યું હતું કે, ‘હું જ્યારે પણ વિશ્વમાં અને ખાસ કરીને ચીન અને ભારત પ્રવાસ કરું છું ત્યારે એક પ્રશ્ન ઘૂમરાયા કરે છે કે યુકેએ વિદ્યાર્થીઓના પ્રવેશની વિરોધી વિઝા સિસ્ટમ શા માટે અપનાવી છે? આ પ્રશ્ન મને પણ મૂંઝવે છે. દાયકાઓમાં પ્રથમ વખત આપણી યુનિવર્સિટીઓમાં ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, જેમાંના મોટા ભાગના ભારતના છે. આપણે તેમના અને આપણા પ્રત્યે શા માટે આવું વર્તન કરીએ છીએ?’