• GCSE વિદ્યાર્થીઓ સવારે ૧૦ વાગ્યાથી અભ્યાસ શરૂ કરશેઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અભૂતપૂર્વ પ્રયોગમાં હજારો GCSE વિદ્યાર્થીઓ શાળાના પરંપરાગત સમયથી એક કલાક મોડાં એટલે કે સવારે ૧૦ વાગ્યાથી અભ્યાસ શરૂ કરશે. આના પરિણામે ધોરણ ૧૦ અને ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના સ્કોરમાં કેટલો સુધારો કરી શકે છે તે ચકાસવામાં આવશે. ઈંગ્લેન્ડની ૧૦૦ શાળાના GCSE વિદ્યાર્થીઓ ચાર વર્ષના પ્રોજેક્ટમાં સાંકળવામાં આવશે.
