હજારો વિષાણુઓના જિનેટિક એનાલિસિસ બાદ સ્પષ્ટ થયું છે કે એચઆઈવીએ કોંગોની રાજધાની કહેવાતા કિન્શાસાથી પોતાનો પગપેસારો શરૂ કરી દીધો હતો અને ધીરે ધીરે તે સમગ્ર દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે. હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા એક એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સમગ્ર દુનિયામાં આ સમયે ૩.૫ કરોડથી વધુ લોકો આ વાઇરસની લપેટમાં છે.
ઓક્સફર્ડ યુનિર્વિસટીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે એચઆઈવી-૧ જેવા વાઇરસની શોધના ૩૦ વર્ષ પછી સેન્ટ્રલ આફ્રિકાનાં કિન્શાસા શહેરમાં ૧૯૨૦ના દસકામાં આ વાઇરસની શરૂઆત થઈ છે, કારણ કે વૈજ્ઞાનિકોએ આ બાબતે ઘણાં સંશોધન કર્યાં છે અને દરેક વખતે આ વાઇરસનાં લક્ષણો કિન્શાસા શહેર તરફ જ આંગળી ચીંધી રહ્યા છે.
એચઆઈવી અંગેના સંશોધનોમાં વૈજ્ઞાનિકોએ તારવ્યું છે કે ૧૩ પ્રકારના આ વાઇરસે પહેલાં ચિમ્પાન્જી, પછી ગોરીલા અને વાંદરાઓ બાદ મનુષ્યને પોતાના સકંજામાં લીધો. તેમણે એવું પણ શોધ્યું કે ગ્રૂપ એમ અને ગ્રૂપ ઓ બન્ને પ્રકારના વાઇરસ ઈ.સ. ૧૯૬૦ના દશક સુધી સતત ફેલાતા રહ્યા અને તે પછી ગ્રૂપ એમના વાઇરસની ફેલાવાની ઝડપ તેના કરતાં ત્રણ ગણી વધી ગઈ હતી. આ માટે ઈન્જેક્શનની સિરિંજો અને વેશ્યાવૃત્તિ જવાબદાર હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે.