હવે પછી જે નવા રાષ્ટ્રો ઈયુમાં જોડાશે તેમના માટે નવા ઈમિગ્રેશન નિયંત્રણો લાદવામાં આવશે તેવો સંકેત કમિશન દ્વારા અપાયો છે. કમિશને જણાવ્યું છે કે તે હવે નવા જોડાનારા સભ્યોના સંદર્ભે નવા ટ્રાન્ઝિશનલ પગલાંની જરૂરિયાત વિશે વિચારશે. આ પગલામાં યુકે જેવા દેશ વિશાળ પ્રમાણમાં ઈમિગ્રન્ટ્સ પ્રવાહને ખાળવા ઉપયોગમાં લઈ શકે તેવા સેફગાર્ડ મીકેનિઝમ રચવાનો સમાવેશ થાય છે. તુર્કી, આલ્બેનિયા, મેસેડોનિયા, સર્બિયા અને બોસનિયા ઈયુમાં જોડાવા ઈચ્છુક છે. કેમરને અગાઉ આલ્બેનિયા જેવા નવા દેશો ઈયુમાં સામેલ કરવા સામે વીટો લગાવવાની ધમકી આપી હતી.