સોનમ કપૂરને હવે ફિટનેસનું વળગણ થઇ ગયું છે. તે આ માટે જિમ ઉપરાંત પાવર યોગ, ડાન્સ-એક્સરસાઇઝ અને સૂર્યનમસ્કાર જેવી પરંપરાગત કસરત પણ કરતી રહે છે. એની સાથે-સાથે તે ફૂડના મામલામાં પણ એકદમ જ કોન્શિયસ રહે છે. સોનમ કપૂર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એ સમયે (વજન ઉતારતી વખતે) મને સમજાયું હતું કે ખાતી વખતે જે ટેસ્ટ મજા આપે છે એ જ ટેસ્ટ શરીર પર એક્સ્ટ્રા કેલરી બનીને રહી જાય તો એને દૂર કરવા માટે બહુ આકરી મહેનત કરવી પડે છે. ફિલ્મમાં આવતાં પહેલાં મેં આઠ મહિનામાં ૩૫ કિલો વેઇટ ઘટાડ્યું હતું. એ વેઇટ ઘટાડવામાં મને મમ્મીની થ્રૂ-આઉટ હેલ્પ મળી હતી. મારા ફિટનેસ-રુટિન અને ડાયટ-પ્લાનને તે સ્ટ્રિક્ટ્લી ફોલો કરતી હતી. એ સમયે તો મારી સામે પપ્પા અને ભાઈને પણ ચૉકલેટ, આઇસક્રીમ કે ફ્રાઇડ ફૂડ ખાવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. જોકે હવે મારું મેટાબોલિઝમ એ સ્ટાઇલથી ડેવલપ થઈ ગયું છે. મને બહુ ઝડપથી કેલરીની અસર નથી થતી. આમ છતાં પણ હું ફૂડના મામલામાં બહુ ધ્યાન રાખું છું. મેં ઇમોશનલ ઈટિંગ ટોટલી બંધ કરી દીધું છે. કોઈ પણ આગ્રહ કરે, ગમે એટલો આગ્રહ કરે, પણ હું એ ન ખાઉં. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં તો હવે બધાને ખબર પણ પડી ગઈ છે કે હું ના પાડીશ પછી નહીં જ ખાઉં. કોઈના આગ્રહની મારી હેલ્થ કે મારી ફિટનેસ પર અસર ન પડવી જોઈએ.’
માત્ર જિમ નહીં...
વીકમાં પાંચ દિવસ સોનમ વર્કઆઉટ કરે છે. આ પાંચ દિવસમાં પણ તે માત્ર જિમ પર ફોકસ નથી રાખતી. જિમની સાથે યોગ, પાવર યોગ અને સૂર્યનમસ્કાર પણ તેના વર્કઆઉટ શેડ્યુલમાં હોય છે. એશ્લી લોબોએ બનાવેલી ડાન્સ-એક્સરસાઇઝ તેની ફેવરિટ છે. ડાન્સનાં કેટલાંક એવાં સ્ટેપના કોમ્બિનેશન સાથે વર્કઆઉટ થઈ જાય એવું એમાં પ્લાનિંગ છે. પાંચ દિવસના જિમિંગમાં તે બોડીના બધા પાર્ટ પર ફોકસ કરે છે. જો સ્પેસિફિક કોઈ બોડી-પાર્ટને ડેવલપ ન કરવાનો હોય તો મસલ્સની સ્ટફનેસ દૂર કરે એ પ્રકારની રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે. વોકિંગ અને જોગિંગ સોનમને ગમે છે એટલે તે એને વર્કઆઉટમાં નથી ગણતી. દિવસમાં બેથી ત્રણ કિલોમીટર જેટલું વોક તે નોર્મલ રીતે કરી લે છે. સોનમ ડાન્સ-એક્સરસાઇઝ સામાન્ય પણે સાંજના કે રાતના સમયે કરે છે. એ એક્સરસાઇઝનો બીજો એક લાભ એ પણ છે કે એમાં જિમના સાધનોની જરૂર પડતી નથી. આવું જ યોગનું છે. વીક-એન્ડમાં યોગ, પાવર યોગ પર ધ્યાન આપનારી સોનમ દરરોજ પાંચ સૂર્યનમસ્કાર પણ કરે છે. બીજું કંઈ ન આવડે તેમણે એટ લીસ્ટ સૂર્યનમસ્કાર તો શીખીને કરવા જોઈએ એવી એડ્વાઇઝ તે લોકોને આપે છે.
ભૂખ્યા રહેવાતું નથી...
સોનમ કપૂર કહે છે કે મારાથી ભૂખ્યા નથી રહેવાતું. દર બે કલાકે તો હું ખાઉં જ છું. એ પછી પણ જો ભૂખ લાગે તો મારાથી રહેવાતું નથી. આ કબૂલાત કરતાં સોનમ એવું પણ કહે છે કે શેડ્યુલ સિવાય મને ભૂખ લાગે તો હું કુકમ્બર જૂસ કે બટરમિલ્ક પીવાનું રાખું છું. પાણી પીવાનું પ્રમાણ પણ એટલું જ હોય. બટરમિલ્ક અને કુકમ્બર જૂસને કારણે બોડીની એનર્જી જળવાઈ રહે છે.’
સોનમ કપૂરનો ડાયટ પ્લાન પણ એકદમ સરળ છે. બ્રેકફાસ્ટમાં તે વાઇટ એગ આમલેટ, એક ટોસ્ટ, એક સીઝનલ ફ્રૂટ અને એક ચમચી મધ સાથે હુંફાળા પાણીનો એક ગ્લાસ પીએ છે. લંચમાં સિઝનલ સબ્ઝી, દહીં, ફ્રૂટ અને એક રોટી હોય છે. તે શક્ય હોય ત્યાં સુધી બાજરા કે જુવારની રોટી ખાવાનું પસંદ કરે છે. ડિનરમાં સેન્ડવિચ, બોઇલ્ડ વેજિટેબલ્સ કે ચિકન હોય છે. ગ્રીન સેલડ તેનું ફેવરિટ તો નથી, પરંતુ એ શરીર સારું હોવાથી એ તે શક્ય તેટલું વધુ ખાય છે.