તેમણે છેલ્લે ૧૯૮૧માં યશ ચોપરાની ફિલ્મ 'સિલસિલા'માં સાથે કામ કર્યું હતું. ‘શમિતાભ’નું દિગ્દર્શન આર. બાલ્કી કરશે. ફિલ્મના અન્ય અભિનેતા ધનુષે જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મ અંગે વાત કરવા મને સત્તા નથી.’ જોકે ૧ ઓક્ટોબરે ધનુષે ટ્વિટર પર રેખા સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે, ‘જુઓ, શમિતાભમાં હું કોની સાથે સ્ક્રીન શેર કરીશ. ધ વન એન્ડ ઓન્લી રેખાજી!!!' સૂત્રોએ કહ્યું હતું કે, ' રેખાએ બાલ્કીની નવી ફિલ્મ માટે થોડું શૂટિંગ કર્યું છે, આમ છતાં તેઓ બચ્ચન સાથે દેખાશે કે કેમ તે અંગે અમે અજાણ છીએ.’