એક અહેવાલ અનુસાર, રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા ખાનગી કબૂલાત કરવામાં આવી છે કે ગયા વર્ષના ટેક્સ બિલ્સની ગણતરીમાં ખોટી ગણતરીના કારણે જે લોકોએ ઓછો અથવા વધુ ટેક્સ ભરવાનો થયો હતો તેની ચૂકવણી પણ ખોટી જ થઈ છે. આના પરિણામે મોટા ભાગના લોકોએ નવી ટેક્સ ડિમાન્ડ અથવા રિપેમેન્ટ નોંધ મોકલી આપી છે, પરંતુ વર્કરો હવે તેમના બિલ્સની નવેસર ગણતરીની અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. HMRCએ કટોકટીનો ઉકેલ ન આવે ત્યાં સુધી રિપેમેન્ટ્સ મોકલવાનું અટકાવી દીધું છે.