NAMને પ્રથમ વિશ્વ યુદ્ધની ઈન્ડિયન રેજિમેન્ટ્સની ભેટ

Friday 12th December 2014 08:08 EST
 
 

તાસકની અર્પણવિધિ સમયે બ્રિગેડિયર આર. જે. એચ. બેડલી અને બ્રિગેડિયર ચાર્લ્સ રાઈટ પણ ઉપસ્થિત હતા. બન્નેના પિતાએ ડેક્કન હોર્સ રેજિમેન્ટમાં સેવા આપી હતી. ચાંદીની આ તાસક પર રેજિમેન્ટને પ્રાપ્ત થયેલાં વિવિધ યુદ્ધ ઈનામો, બેજિસ, એવોર્ડ્સ અને શહીદ થયેલાં સૈનિકોની ભૂમિકાની વિગતો અક્ષરાંકિત કરાઇ છે. લંડનના ચેલ્સીસ્થિત ધ નેશનલ આર્મી મ્યુઝિયમમાં આ તાસકને પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય લશ્કરના પ્રદાનના ઈતિહાસ સ્વરુપે સચવાશે. આ મ્યુઝિયમમાં બ્રિટિશ લશ્કરનો ઈતિહાસ જળવાયો છે.
લેફ્ટ. જનરલ શેરગિલે જણાવ્યું હતું કે, ‘પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવારત ૧.૩ મિલિયન ભારતીય સૈનિકોમાંથી ૭૪,૦૦૦થી વધુએ શહિદી વહોરી હતી. બ્રિટિશ આર્મીને અમારી રેજિમેન્ટની સેવાના પ્રતિનિધિ તરીકે યુદ્ધ સંગ્રહાલયમાં સિલ્વર સેલ્વર અર્પણ કરવાનું રેજિમેન્ટને યોગ્ય જણાયું હતું.’ આ યુદ્ધ-ભેટ સ્વીકારતાં NAMના ડિરેક્ટર જનરલ જેનિસ મુરેએ જણાવ્યું હતું કે, ‘પ્રથમ વિશ્વ યુદ્ધમાં ડેક્કન હોર્સ અને શિન્દે હોર્સ રેજિમેન્ટના અનન્ય વારસાને અમારા સંગ્રહમાં સ્થાન આપવાનું અમારા માટે ખરેખર ગૌરવ છે. આ રેજિમેન્ટ અને તમામ ભારતીય સૈનિકોએ આપેલાં મહાન બલિદાનો સ્મરણીય છે.’ ક્વીન દ્વારા ૧૯૬૦માં ખુલ્લાં મૂકાયેલાં આ મ્યુઝિયમમાં ઈન્ડિયન આર્મીનાં પદસૂચક ચિહ્નોનો વિશ્વમાં સૌથી વિશાળ સંગ્રહ છે.


comments powered by Disqus