પાદરીએ ૪ વર્ષમાં ૪૯૪ બનાવટી લગ્નો કરાવ્યા!

Friday 12th December 2014 07:57 EST
 
 

રેવરન્ડ નાથાન ટેગ સામે ડીસેમ્બર ૨૦૦૭થી માર્ચ ૨૦૧૧ના ગાળામાં એકાંતરે દિવસે સરેરાશ એક લગ્નના હિસાબે ૪૯૪ બનાવટી લગ્નો કરાવ્યા હોવાનો આરોપ મૂકાયો છે. બ્રિટિશ ઈતિહાસના આ સૌથી મોટા કૌભાંડમાં આ બનાવટી લગ્નો સાઉથ લંડનના થોર્નટોન હીથમાં સેન્ટ જ્યુડ્સ વિથ સેન્ટ ઐડાન્સ ચર્ચમાં કરાવાયાં હતાં.
પ્રોસિક્યુટર એડવર્ડ લુકાસે ઈનર લંડન ક્રાઉન કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે પાદરીએ ચર્ચનો હવાલો સંભાળ્યો ત્યારે ૨૦૦૫માં વર્ષમાં છ લગ્ન કરાવાતા હતા તેના બદલે આ આંકડો વધીને એક દિવસમાં છ લગ્નનો થયો હતો. ઘણી વખત તો તે દિવસના આવા નવ લગ્નો કરાવતા હતા.
સાક્ષીઓએ બ્લોકની આસપાસ નવવધૂઓની કતાર લાગતી હોવાનું વર્ણન કર્યું હતું. તેઓ ગાર્ડનમાં અથવા ટોઈલેટમાં જઇને લગ્નપોશાક પહેરતી હતી, અને ઘણી વખત તો અન્યો સાથે વસ્ત્રોની આપ-લે કરતી જોવા મળતી હતી. લગ્નોમાં કોઈ મહેમાનો હાજર રહેતા ન હતા.


comments powered by Disqus