ઈમિગ્રન્ટ્સે મેળવેલાં બેનિફિટ્સની વાત કરીએ તો, તેનું પ્રમાણ ઘણું વધુ તો નથી જ. ઉક્ત દસકામાં ઈમિગ્રન્ટ્સ વસ્તી વધીને ૨.૫ મિલિયન થઈ છે. આનો અર્થ એ કે નવો આવતો દરેક વસાહતી લાભમાં દર સપ્તાહે £૨૦થી ઓછો હિસ્સો પડાવે છે.યુરોપથી ૧૯૯૫થી ૨૦૧૧ વચ્ચે આવેલા ઈમિગ્રન્ટ્સે બ્રિટિશ અર્થતંત્રમાં ચોખ્ખાં માત્ર £૪ બિલિયનનો ઉમેરો કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ઓસ્ટેલિયા જેવા દૂરના સ્થળોએથી આવતા વસાહતીઓએ £૧૧૮ બિલિયન અર્થતંત્રમાંથી ઉપાડ્યાં હતા. આ સોદો તો સારો ન જ કહેવાય. પરંતુ, આ જ સમયગાળામાં બ્રિટનમાં જન્મેલી વસ્તીએ અર્થતંત્રમાં મૂકેલા નાણાથી વધુ £૫૯૧ બિલિયન ઉપાડી લીધાં હતાં. હકીકત એ છે કે બ્રિટન આવનાર દરેક નવો ઈમિગ્રન્ટ લેવાના બદલે વધુ આપે છે.મોટા ભાગના માઈગ્રન્ટ્સ બ્રિટનની સમૃદ્ધિમાં ઉમેરો જ કરવા ઈચ્છે છે.
રિપોર્ટ કહે છે કે નેટિવ બ્રિટિશર બેનિફિટ્સને વધુ (૩૭ ટકા કોઈ બેનિફિટ કે ટેક્સ ક્રેટિડ મેળવે છે) લાભ મેળવે છે અથવા સેશિયલ હાઉસિંગમાં રહે છે. શિક્ષણની વાત કરીએ તો ૨૦૧૧ના આંકડા અનુસાર બ્રિટનમાં જન્મેલી વસ્તીના અડધાથી વધુએ ૧૭ વર્ષની વય પહેલા શાળા છોડી દીધી હતી. નેટિવ બ્રિટિશરના ૨૫ ટકાથી ઓછા પાસે યુનિવર્સિટી ડીગ્રી છે, જ્યારે યુરોપિયનો અને બીન-યુરોપિયનોની ટકાવારી અનુક્રમે ૩૫ ટકા અને ૪૧ ટકાની છે. ઈમિગ્રેશનનો આપણો ખ્યાલ જ ઊંધો છે. વિદેશીઓ અહીં આવીને નોકરીઓ ઝૂંટવી લે છે તે વાત જ નથી. આપણે કરી શકતા નથી કે કરતા નથી તેવી નોકરીઓ કરવા અન્ય દેશોમાંથી શ્રેષ્ઠ અને હોંશિયાર લોકોને ખેંચી લાવીએ છીએ. બ્રિટનના છમાંથી એક પરિવારમાં આજે કોઈ પણ વ્યક્તિ કામ ન કરતી હોવાની સ્થિતિ છે.