ડોનકાસ્ટરની ડાનૂમ એકેડેમીમાં અબ્યાસ કરતો ૧૮ વર્ષીય અર્પદ કોરે તેના ચાર મિત્રો સાથે ટોયોટા કોરોલા કારમાં જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી કાર સાથે તેની કાર ટકરાઈ હતી. પોલીસ માને છે કે અન્ય ત્રીજી કારના ડ્રાઈવર સાથે આ પાંચ તરુણોની મુલાકાત રેસ્ટોરાંમાં થઈ હતી. જોકે, આ કાર વાસ્તવિક અકસ્માતનો ભાગ ન હતી.