સપ્ટેમ્બર ૨૦૧૪માં પૂરા થયેલા ક્વોર્ટરમાં ર્વાષિક ધોરણે અર્થતંત્રનો વૃદ્ધિદર ૧.૬૦ ટકા ઘટયો છે. જૂનમાં પૂરા થયેલા સેકન્ડ ક્વાર્ટરમાં વૃદ્ધિદર ૭.૩૦ ટકા ઘટયો હતો. નેશનલ સેલ્સટેક્સમાં વધારો કરવાથી અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી છે, કારણ કે ગ્રાહક ખર્ચ ઘટ્યો છે. સતત બીજા ક્વાર્ટમાં અર્થતંત્રનો વૃદ્ધિદર નકારાત્મક રહ્યો છે, જો સતત બે અથવા વધુ ત્રિમાસિક ગાળામાં ગ્રોથરેટ નેગેટિવ રહે તો અર્થતંત્ર મંદીમાં સરી પડયું છે એમ કહેવાય.
થર્ડ ક્વાર્ટરમાં રિબાઉન્ડ થશે એવી અપેક્ષા છે અને ગ્રોથરેટ ૨.૧૦ ટકાનો રહેશે એવો અંદાજ છે અત્યારે તો વપરાશ અને નિકાસની સ્થિતિ નબળી છે અને કંપનીઓ પાસે મોટાપાયે માલનો ભરાવો થઈ ગયો છે.
