રોહિતની આ ધમાકેદાર બેવડી સદીની મદદથી ભારતે શ્રીલંકા સામેની ચોથી વન-ડેમાં ૧૫૩ રને વિજય મેળવ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરતાં પાંચ વિકેટે ૪૦૪ રનનો જંગી જુમલો ખડક્યા બાદ શ્રીલંકાનો દાવ ૪૩.૧ ઓવરમાં ૨૫૧ રનમાં સમેટી દીધો હતો. આમ શ્રીલંકાની આખી ટીમ રોહિતના વ્યક્તિગત સ્કોરને પણ આંબી શકી નહોતી. રોહિતે કુલ ૩૩ ચોગ્ગા ફટકાર્યા હતા તે પણ વિશ્વવિક્રમ છે. આમ ૨૬૪ રનના તેના કુલ સ્કોરમાં ૧૮૬ રન તો ચોગ્ગાના જ હતા.