બન્ને ખેલાડીઓ ચાઇના ઓપનમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યા છે. શ્રીકાંત સુપર સિરીઝ પ્રીમિયર ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય મેન્સ ખેલાડી બન્યો છે. જ્યારે સાઇનાએ સુપર સિરીઝનું ટાઇટલ પાંચમી વખત જીત્યું છે.
• વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલ્સનો જંગ ટેનિસ કોર્ટમાં ઉતર્યા વિના જ જીત્યો છે. ફાઇનલમાં જોકોવિચનો મુકાબલો રોજર ફેડરર સામે હતો, પરંતુ ફેડરર પીઠની ઇજાને કારણે ટેનિસ કોર્ટ પર ન ઉતરતાં જોકોવિચને વિજેતા જાહેર કરાયો હતો.
• શ્રીલંકા સામેની પાંચ વન-ડે મેચની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલીએ આઈસીસી વન-ડે રેન્કિંગમાં સાઉથ આફ્રિકાના હાશિમ અમલાને પાછળ રાખી બીજા સ્થાન હાંસલ કર્યું છે. વન-ડેમાં નંબર વનના સ્થાને સાઉથ આફ્રિકાનો એબી ડી વિલિયર્સ યથાવત્ છે. શ્રીલંકા સામેની ચોથી વન-ડેમાં રેકોર્ડ બેવડી સદી ફટકારનાર રોહિત શર્મા ૧૫મા ક્રમાંકે પહોંચ્યો છે.