‘ધ પુઅરેસ્ટ પ્રેસિડન્ટ ઇન ધ વર્લ્ડ’ તરીકે પણ ઓળખાતા રાષ્ટ્રપતિ જોશ આ વખતે તેમની વોક્સવેગન બીટલ કારને કારણે ચર્ચામાં છે. તેમણે જણાવ્યું કે, આરબ મૂળની એક વ્યક્તિ તેમની આ મનપસંદ કાર ખરીદવા માગે છે. તેના બદલે એ તેમને રૂ. ૬ કરોડ રોકડા ચૂકવવા તૈયાર છે. જોકે, તેમણે ના પાડી દીધી છે.
રાષ્ટ્રપતિ જોસને મેક્સિકોના રાજદૂતે પણ આ કારને બદલે ૧૦ નાની ટ્રક અપાવવાની ઓફર આપી દીધી છે. તેના પર તેમણે જવાબ આપ્યો કે, જો મને ક્યાંકથી છ કરોડ રૂપિયા મળે છે તો એ રકમ હું નિરાધાર લોકો પાછળ ખર્ચીશ.
જો મને ટ્રક આપવામાં આવશે તો તેને હું આરોગ્ય વિભાગ કે તેમના કર્મચારીઓને આપી દઈશ. ૨૦૧૦માં રાષ્ટ્રપતિ બનેલા જોસની ખુદની સંપત્તિ તરીકે એકમાત્ર ૧૯૮૭ની બીટલ કાર છે. રાષ્ટ્રપતિ જોસને પગાર તરીકે મહિને રૂ. ૬૦ હજાર મળે છે. તેની ૬૦ ટકા રકમ તેઓ રાજકીય અભિયાન માટે દાનમાં આપે છે.