જમવાના ટાઈમમાં વારંવાર બદલાવથી લિવર બગડે

Saturday 13th December 2014 06:43 EST
 

બ્રેકઅપ પછી સ્ત્રીઓનું ૨ વજન ઊતરે છે

લંડનઃ દિલનું તૂટવું એ વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે. નવા સંશોધન મુજબ સ્ત્રીઓનું બ્રેકઅપ થયા પછી બે કિલોથી વધુ વજન શરૂઆતના પ્રથમ માસમાં ઊતરે છે. એક સર્વે મુજબ લાંબા ગાળાના સંબંધો પછીના બ્રેકઅપ્સ બાદ જો સ્ત્રી એક વર્ષ સુધી સિંગલ રહે તો તેનું છ કિલો સુધી વજન ઊતરી જાય છે. ૪૬ ટકાથી વધુ સ્ત્રીઓએ કહ્યું છે કે લાંબા સંબંધો પછીના બ્રેકઅપના કારણે લાગણીઓનું સ્તર બદલાય છે. જેના લીધે વધુ વજન વધુ સુંદર દેખાય છે. તે સ્વીકારે છે કે ૧૦૦૦ સ્ત્રીઓ પર કરાયેલાં આ સર્વેમાં ૭૭ ટકા મહિલાઓ એવું માને છે કે બ્રેકઅપ્સ બાદ જ્યારે તે સિંગલ બની હતી ત્યારે મોટા પ્રમાણમાં તેમનું વજનમાં અતિશય ઘટાડો થયો હતો.


comments powered by Disqus