આ ટેસ્ટ પાસ કરનાર અયાન વિશ્વનો સૌથી નાની વયનો બાળક અને માઇક્રોસોફ્ટ સર્ટિફાઇડ પ્રોફેશનલ બની ગયો છે.
અયાન કુરેશી જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેના પપ્પાએ તેને કમ્પ્યુટર રમવા આપેલું. એ પછી એની પ્રાથમિક ચીજો બાબતે શીખવાડ્યું હતું. તેના આઈટી કન્સલ્ટન્ટ પપ્પાએ જોયું કે બાળકમાં કુદરતી રીતે જ કમ્પ્યુટર વિશેની ઘણીબધી સૂઝ છે. આથી તેમણે દીકરાને પ્રોપર તાલીમ આપવાની શરૂ કરી દીધી હતી. તેની કમ્પ્યુટર વિશેની સમજણ અને જ્ઞાન જોતાં તેના પપ્પાએ દીકરાને બર્મિંગહામ સિટી યુનિવર્સિટી દ્વારા લેવાતી માઈક્રોસોફ્ટ સર્ટિફિકેટ પ્રોફેશનલ બનાવવા માટેની પરીક્ષામાં બેસાડવાનું નક્કી કર્યું. માત્ર પાંચ મહિનાની તાલીમ લઈને અયાને પરીક્ષા પાસ કરી લીધી છે.