એક ગ્રમીણે કહ્યું હતું લગભગ એક હજાર જેટલા ઉંદરોએ ગામમાં દોડાદોડી કરી હતી. ઉંદરોના કારણે શહેરોમાં બીમારી ફેલાય છે. આ ઉંદરોને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા. પોલીસે બે જણાની ધરપકડ કરી હતી અને કેટલાક નાસી ગયા હતા.
ગુઆંગજુની ઘટનાના સદર્ભમાં પોલીસે ત્રણ લોકોને પકડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ભાગી ગયા હતા. જોકે ઉંદરો કેમ છોડવામાં આવ્યા હતા તે અંગે કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નહતું. અટકાયતમાં લેવાયેલા કેટલાક લોકોએ કહ્યું હતું કે પ્રાયશ્ચિત કરવા કેટલાક લોકો આ વિધિ કરે છે કે જેથી વૃદ્ધ અને બીમાર લોકો સાજા થઇ જાય. ચીનમાં પ્રાણીઓને જંગલોમાં છુટા મુકવાની એક પરંપરા છે જેને પુણ્ય માનવામાં આવે છે. પરંતુ આના કારણે સ્થાનિક કક્ષાએ ઇકો-સીસ્ટમનાં અને પર્યાવરણીય મુદ્દાઓ ઊભા થઇ શકે છે અને સમતુલા પણ બગડી શકે છે.
