કારણ કે હવે સોશિયલ મીડિયા સાઇટ-ટ્વિટર પર તેના ફોલોઅર્સની સંખ્યા એક કરોડથી પણ વધી ગઈ છે, જોકે, આ મામલે તે મિલિનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી પાછળ છે. આ અંગે શાહરુખે ટ્વિટર પોતાના ચાહકોને થેન્ક્યુ કહ્યું હતું અને પ્રશંસકો માટે એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે મને નથી લાગતું કે હું આટલા બધા પ્રેમનો હકદાર છું કે નહીં, પણ તે છતાંય હું તમારા બધાનો આભારી છું.
ફોલોઅર્સની સંખ્યાઃ • અમિતાભ બચ્ચન - ૧૧.૬ મિલિયન • શાહરુખખાન - ૧૦.૧ મિલિયન • સલમાનખાન - ૧૦.૦ મિલિયન • રિતિક રોશન - ૭.૪૧ મિલિયન • અક્ષયકુમાર - ૬.૫૪ મિલિયન • આમિરખાન - ૧.૫૧ મિલિયન.