૭૪ વર્ષીય મહેન્દ્ર પટેલ પોસ્ટ ફિજી લિમિટેડ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન હતા. તેમને એક વર્ષની જેલની સજા થઈ છે, જ્યારે ૫૭ વર્ષના ધિરેન્દ્ર પ્રતાપ ભૂતપૂર્વ જનરલ મેનેજર(ફાઈનાન્સ) હતા, જેમને ત્રણ મહિનાની જેલની સજા થઈ છે. સુવાની કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં આ બંને સામે પુરાવા હોવાનું કહીને જેલ સજા ફટકારી હતી. આ બે ઉપરાંત કંપનીના અન્ય એક ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ પેની માઉને છ મહિનાની જેલની સજા થઈ છે. પટેલે ૨૦૦૬માં માઉનો કોન્ટ્રેક્ટ બોર્ડની મંજૂરી વગર ત્રણ મહિના વધારી દીધો હતો.
