કાર્લસને ૧૧મી ગેમમાં ટાઇટલ પોતાના નામે કરતાં હવે ૧૨મી ગેમ નહીં રમાય. આ સાથે કાર્લસને સતત બીજા વર્ષે આનંદને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં પરાજય આપ્યો હતો. ગત વર્ષે ચેન્નઈમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં પણ કાર્લસને આનંદને હરાવ્યો હતો.
૧૦ ગેમ બાદ કાર્લસન ૫.૫ પોઇન્ટ ધરાવતો હતો જ્યારે આનંદના ૪.૫ પોઇન્ટ હતા. જેને કારણે વિશ્વનાથન આનંદ માટે આ ગેમ કરો યા મરો જેવી હતી. આનંદને ટાઇટલ જીતવા માટે ૧૧મી ગેમ જીતવી જરૂરી હતી, પરંતુ ૧૧મી ગેમ જેમ જેમ આગળ વધી હતી તેમ તેમ આનંદની ચેમ્પિયન બનવાની આશા ધૂંધળી થતી હતી ત્યારે ચાર કલાક સુધી ચાલેલી ૧૧મી ગેમમાં ૪૫ મૂવ બાદ જીત મેળવી ટાઇટલ કાર્લસન ટાઇટલ બચાવવામાં સફળ રહ્યો હતો.

