આ સાથે જ મેસ્સી લા લીગામાં સર્વાધિક ગોલ નોંધાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. મેસ્સીએ શનિવારે એથ્લેટિક બિલબાઓના પ્લેયર ટેલ્મો જારાના ૨૫૧ ગોલનો વિક્રમ તોડી નાખ્યો હતો. મેસ્સી હવે ૨૫૩ ગોલ સાથે નંબર-વન ગોલ સ્કોરર બની ગયો છે.
આ વિજયથી બાર્સેલોના પોઇન્ટ ટેબલમાં હવે બીજા ક્રમે પહોંચી ગયું છે અને તે રિયલ મેડ્રિડથી બે પોઇન્ટ પાછળ છે.
