બ્રાઇટન કાઉન્સિલના હેલ્થ બોર્ડ દ્વારા ગત ૨૧ તારીખે ઠરાવ કરવામાં આવ્યો હતો કે 'બ્રાઇટનના બીચ પર ધુમ્રપાન કરવામાં ન આવે તે માટે જનમત જાગૃત કરવો.' ધુમ્રપાન પર પ્રતિબંધથી બાળકો અને ધુમ્રપાન ન કરતા લોકોને રાહત થશે. જો ધુમ્રપાન પર પ્રતિબંધ આવશે તો બ્રાઇટન પ્રથમ બીચ હશે જેના પર ધુમ્રપાન થઇ શકશે નહિં. બ્રાઇટનના ૪૨ જેટલા પાર્કમાં ધુમ્રપાન નહિં કરવા માટે સ્વૈચ્છીક પ્રતિબંધ છે.