જોકે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકોનું કહેવું છે કે આ ડાયટ ભલે પ્રખ્યાત થઈ ગયો હોય, પણ એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. કેનેડાની આ યુનિવર્સિટીમાં ૧૪૫૫ વોલન્ટિયર્સ પર બ્લડ-ગ્રૂપ ડાયટનો પ્રયોગ કર્યા પછી રિસર્ચરો આ તારણ પર આવ્યા છે. નેચરોપેથ પીટર ડી’એડમોની બુક ‘ઈટ રાઈટ ફોર
યોર ટાઈપ’ પરથી આ ડાયટ વિખ્યાત થયો હતો.