મેષ (અ,લ,ઇ)ઃ દ્વિધાઓ અને પરેશાનીઓનો અંત આવશે. તમે વિધેયાત્મક માર્ગે આગેકૂચ કરી શકશો. મહત્ત્વની તકો મળતાં વિકાસ જણાશે. મનનો આનંદ માણી શકશો. સપ્તાહમાં ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસી અનુભવશો. વિચારોનો અમલ ધાર્યા મુજબ ન થતાં ચિંતા વધશે. અહીં સમય-સંજોગો સુધરવામાં હજી સમય લાગશે. સમય પ્રતિકૂળ બનતો જણાશે. સાહસ સમજીવિચારીને કરજો.
મિથુન (ક,છ,ઘ)ઃ તમારા અગત્યના પ્રશ્નો હલ કરવા માટે આ સમય સાનુકૂળ જણાય છે. શારીરિક કે માનસિક ચિંતા દૂર થશે. અવરોધમાંથી માર્ગ મળશે. આર્થિક રીતે જોતાં આ સમય ખર્ચાળ નીવડશે. અણધાર્યા મોટા ખર્ચ થશે.
કર્ક (ડ,હ)ઃ પ્રગતિકારક બનાવોની રચના થશે. યોજનાઓ આગળ વધશે. આ સપ્તાહમાં નાણાકીય પ્રતિકૂળતાઓમાંથી માર્ગ મળી આવતાં અટવાયેલાં કામો પાર પડતાં જણાશે.
સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે તમારા અગત્યના પ્રશ્નો ગૂંચવાય. ધાર્યું ફળ મળતું અટકતાં માનસિક તાણ અનુભવશો. ધાર્મિક-અધ્યાત્મિક વલણ થકી જ શાંતિ મેળવી શકશો. અથાગ પરિશ્રમ એ જ એકમાત્ર વિકલ્પ છે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં લાભકારક પ્રસંગ બનશે. નોકરી-ધંધાના ક્ષેત્રે પરિવર્તન શક્ય બનાવી શકશો. સપ્તાહમાં નાણાકીય બાબતો અંગેના નિર્ણયો લાભકારક બનશે. ઉઘરાણી અને કરજ સંબંધિત ચિંતા દૂર થશે.
તુલા (ર,ત)ઃ આ સમયમાં વિનાકારણ અશાંતિ રહેતી જણાશે. વિચારોના ઘોડાને કાબૂમાં રાખજો. પરિણામો વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી, મહેનત ચાલુ રાખજો. અણઉકેલ્યા નાણાકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળે.
વૃશ્ચિક (ન,ય)ઃ અંગત મૂંઝવણ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. કોરી કલ્પનાઓ કરીને દુઃખી થવાની જરૂર નથી. માનસિક સ્વસ્થતા જાળવી લેવાથી કશું જ સંકટ ભોગવવું નહીં પડે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ માનસિક ટેન્શન વર્તાશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થાય. અગત્યના કામકાજોમાં અંતરાયોનો અનુભવ કરશો. આર્થિક બાબત અંગે તમારે વધુ સજાગ રહેવું પડશે, નહીં તો તમારે નુકસાન અને અણધાર્યા ખર્ચાઓ ઉઠાવવા પડશે.
મકર (ખ,જ)ઃ તમારી આજુબાજુ સંજોગો ભલે ગમેતેટલા મુશ્કેલીભર્યા જણાતા હોય, પણ તમે તેમાંથી કુનેહપૂર્વક રસ્તો મેળવીને સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. માનસિક રાહતનો અનુભવ થશે. નાણાકીય સ્થિતિ ખાસ સંતોષકારક રહે નહીં.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ વિકાસકારક પ્રવૃત્તિઓને વેગ મળે. નવરચનાઓ થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતા ચિંતા ટળશે. સપ્તાહ વધુ આનંદમય રીતે પસાર થાય. અવરોધ અને મુશ્કેલીને પાર કરી શકશો. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં મહત્ત્વના કામ સફળતાપૂર્વક પાર પડતા આનંદ અનુભવશો. ઉત્સાહ-ઉલ્લાસ અનુભવશો. મહત્ત્વના આયોજનમાં મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા રહેશે. નોકરિયાતોને સ્થળાંતર પરિવર્તનની તક મળશે.