અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

Wednesday 08th April 2015 06:27 EDT
 
 

ન્યૂ યોર્કઃ યુએસમાં વસતાં ગુજરાતીઓની માઠી દશા બેઠી હોય એમ ટૂંકા ગાળામાં ચોથો હુમલો થયો છે. આણંદ જિલ્લાના બોરસદના ૩૯ વર્ષીય સંજય પટેલ પર બે બુકાનીધારી શખ્સોએ લૂંટના ઈરાદે ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી હતી. અમેરિકામાં ગુજરાતી પટેલ પર હુમલાની આ ચોથી ઘટના છે. સંજય પટેલના મોતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.
સોમવારે સાંજના ૭.૩૦ વાગ્યાના સુમારે ફોર્બ્સ એવન્યુ અને ફુલ્ટોન સ્ટ્રીટ પર એક સિટગો ગેસ સ્ટેશન ખાતે આવેલા સ્ટોરમાં બે બુકાનીધારી શખસો ધસી આવ્યા હતા અને લૂંટના ઈરાદે ગોળીબાર કર્યો હતો. જેમાં સંજયભાઈના હાથ, છાતી અને મોં પર ગોળીઓ વાગી હતી. ઘાયલ સંજયભાઇને ન્યૂ હેવન હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરોએ એક કલાક બાદ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે શકમંદોની તપાસ કરી રહી છે. આ ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા મુજબ બે બુકાનીધારી શખ્સો હતા.


comments powered by Disqus