સિંગાપોરઃ ભારતના ટોચના જ્વેલર્સ અને કલ્યાણ જ્વેલર્સના ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર ટી. એસ. કલ્યાણરમન્ ૧.૩ બિલિયન ડોલરની સંપત્તિ સાથે દેશના સૌથી સમૃદ્ધ જ્વેલર જાહેર થયા છે.
૧૯૯૩માં કેરળના થ્રીસુરમાં માત્ર એક લાખ ડોલરની મૂડી સાથે પહેલો જ્વેલરી શો-રૂમ શરૂ કરનાર કલ્યાણરમન્ આજે ભારતભરમાં ૩૨ શો રૂમ ધરાવે છે. તેમની અંગત સંપત્તિ ૧.૩ બિલિયન ડોલરની હોવાનું વેલ્થ-એકસાન રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું હતું. સૌથી સમૃદ્ધ જ્વેલર્સની યાદીમાં બીજા ક્રમે ૧.૧ બિલિયન ડોલરની સંપત્તિ સાથે નીરવ મોદીને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ શો-રૂમના એમ. પી. અહેમદ ૧ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.