મખમલી સ્વરની માલકિન પાર્શ્વ ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાના બાળપણના મિત્ર શિલાદિત્ય સાથે લગ્ન કર્યા છે. તેણે ફેસબુક પર પોતાના લગ્નની તસવીર મુકીને નવા સમાચાર આપ્યા હતા. શ્રેયાએ ફેસબુક પર જણાવ્યું હતું કે, ૫ ફેબ્રુઆરીએ મેં મારા પ્રેમ સાથે અમારા પરિવારો અને નજીકના મિત્રોની હાજરીમાં બંગાળી પરંપરા અનુસાર લગ્ન કર્યા છે. શિલાદિત્ય અને હું અમારા જીવનના નવા તબક્કા માટે તમારી પાસેથી શુભકામના ઇચ્છીએ છીએ.
ઉલ્લેખનીય છે કે શ્રેયા અને શિલાદિત્ય બાળપણના મિત્રો છે. શિલાદિત્ય ટેકી છે અને Hipcask.com વેબસાઇટનો સ્થાપક છે. કહેવાય છે કે આમ તો શ્રેયા પોતાનાં લગ્નનો ખુલાસો ૭ ફેબ્રુઆરીએ કરવાની હતી, પણ સોશિયલ મીડિયા પર જ્યારે તેનાં લગ્નના સમાચારો ફેલાયા ત્યારે તેણે પોતે માહિતી આપી હતી.ં